[૧૮૧] વાળ કપાવવાથી પહેલાં તવાફે ઝિયારત

Chapter : હજ

(Page : 242-243)

સવાલ :– હું, મારી ઔરત, મારા અમ્મા સા. હજમાં ગયા હતાં એમાં હમારાથી નીચે પ્રમાણે ભૂલ થઈ ગઈ છે કે પહેલે દીવસે તે દિવસની બધી વીધી પતાવ્યા બાદ બીજે દિવસે ફજરની નમાઝ પઢીને તરત જ અમે લોકો તવાફે ઝિયારત કરવા ગયા તવાફ પછી સઈ કરવાનું ચાલુ કર્યું, લગભગ બીજા ચકકરમાં જ મારી બીવીને અચાનક યાદ આવ્યું કે તવાફ પહેલાં મારા બાલ કપાવવાના રહી ગયા છે. અમને આ વસ્તુનો ખયાલ રહયો નહિ, હમે સઈ કરતા રહયા, ત્રીજા દિવસે બાલની લટ કપાવી તો આ પ્રમાણે તવાફ પહેલાં બાલ કપાવવાનું ભૂલી જવાથી અને તવાફ પછી બાલ કપાવવાથી તેઓની હજમાં કંઈ નુકસાન આવશે? અને કંઈ દમ વિ. આપવું પડશે?

જવાબ :– તમારી ઔરતે બાલ કતરાવતાં પહેલાં ૧૧મી તારીખે તવાફે ઝિયારત કર્યો અને તવાફે ઝિયારત બાદ બારમી તારીખે બાલ કતરાવ્યા હાલાં કે પહેલાં બાલ કતરાવવા જોઈતા હતા પછી તવાફે ઝિયારત કરવાનો હતો તો બાલ કપાવવાની અને તવાફની તરતીબમાં આ પ્રમાણે આગળ પાછળ થઈ જવાથી કંઈ કફફારો લાગુ પડતો નથી તેઓની હજ વિના કફફારે દુરસ્ત થઈ ગઈ છે. (દુર્રે મુખ્તાર, શામી–ર/૧૪૦,ર૦૮)

Log in or Register to save this content for later.