Chapter : હજ
(Page : 243)
સવાલ :–એહરામની હાલતમાં ખંજવાળવાથી અથવા બીજી કોઈ રીતે વાળ તૂટી જાય તો તેના બદલામાં દમ કુરબાની આપવી જરૂરી છે? હવે આ ભૂલથી થઈ જાય તો એટલે કે ભૂલથી વાળ તૂટી જાય તો શું હુકમ છે ?
જવાબ :– એહરામની હાલતમાં ખંજવાળવાથી અથવા બીજી કોઈ હરકતના કારણે હાથ લાગવાથી વાળ તૂટી જાય તો કફફારો આપવો વાજિબ છે, પરંતુ કફફારામાં જાનવરની કુરબાની એટલે કે દમ આપવો વાજિબ નથી, સદકો આપવો વાજિબ છે. અને સદકાનું પ્રમાણ દરેક તૂટી ગયેલા વાળના બદલામાં એક મુઠ્ઠી અનાજ અથવા તેની રોકડ કિંમત આપવી જોઈએ. હા, જયારે કમ થી કમ ચોથાઈ માથાના અથવા ચોથાઈ દાઢીના વાળ તૂટી જાય તો ”દમ” આપવો વાજિબ થાય છે. (શામી–ર/ર૦૪, અલ્ બહર –૩/૯)
Log in or Register to save this content for later.