Chapter : હજ
(Page : 240-241)
સવાલ :– હું સઉદી અરબના રિયાઝ શેહરમાં નોકરી કરું છું, અને મારા મોટા ભાઈ પોતાની ઔરત સાથે હજ માટે આવવાના છે, મારો ચાલુ સાલે હજ કરવાનો ઈરાદો નથી, પરંતુ એ લોકોની મુલાકાત માટે હરમ શરીફમાં જવાનો ઈરાદો છે, મારી છુટ્ટીઓ ૧૦ થી ૧૩ ઝુલહજ સુધી છે, મારા જાણવા પ્રમાણે હરમ શરીફની હદમાં દાખલ થવા માટે હજ – ઉમરહની નિય્યતથી એહરામ બાંધવો લાઝિમ છે, પરંતુ બીજા મસ્અલાની દ્રષ્ટિએ ૧૦ થી ૧૩ ઝુલહજના દિવસોમાં ઉમરહ કરવો મકરૂહ છે તો આ મખસૂસ દિવસોમાં મીકાતથી બહારના માણસે હરમ શરીફમાં કેવી રીતે દાખલ થવું ?
જવાબ :– હરમ શરીફમાં દાખલ થવાની નિય્યતથી મીકાતની બહારથી આવનાર માણસ માટે મીકાત ઉપરથી અથવા મીકાતથી પહેલાં ઉમરહ અથવા હજનો એહરામ બાંધવો વાજિબ છે, પરંતુ નવમી ઝુલહજની સુબ્હે સાદિકથી તેરમી ઝુલહજના ગુરૂબ સુધી ઉમરહનો એહરામ બાંધવો મકરૂહે તહરીમી છે, માટે પૂછેલી સૂરતમાં મુલાકાત કરવાની બે સૂરતો છે, એક તો આ કે રિયાઝથી આવનાર માણસ નવમી ઝુલહજની સુબ્હે સાદિકથી પહેલાં ઉમરહનો એહરામ બાંધી લે અને તે એહરામની હાલતમાં હરમ શરીફમાં દાખલ થાય અને ઉમરહ કરે, કારણ કે મજકૂર પાંચ દિવસોથી પહેલાં એહરામ બાંધી લઈને આ પાંચ દિવસોમાં ઉમરહના આ’માલ કરવા એ મકરૂહ નથી અને બીજી સૂરત આ છે કે હરમ શરીફથી બહાર અને મીકાતની અંદર પહોંચી જાય તે પછી મજકૂર માણસ માટે વિના એહરામે હરમમાં દાખલ થવું એ પણ જાઈઝ છે. (શામી–ર/૧પ૧)
Log in or Register to save this content for later.