[૧૭ર] સઉદીના રહીશ માટે ઝુલહજમાં ઉમરહ

Chapter : હજ

(Page : 231)

સવાલ :–  કોઈ માણસ દમામ – સઉદી અરબિયામાં રહેતો હોય તો તે માણસ ઝુલહજ મહિનામાં હજના દિવસો પહેલાં  અથવા હજના દિવસોમાં ઉમરહ કરી શકે કે નહિ?

જવાબ :– સઉદી અરબિય્યહમાં રહેતો માણસ જો મીકાતની બહાર રહેતો હોય તો તેના માટે ઝુલહજના મહિનામાં હજના દિવસો પહેલાં એટલે કે નવમી ઝુલહજ પહેલાં ઉમરહ કરવો વિના કરાહતે જાઈઝ છે, ચાહે તે જ વર્ષે તેનો હજ કરવાનો ઈરાદો હોય કે ન હોય. અને હજના દિવસોમાં એટલે કે નવમી ઝુલહજથી લઈ તેરમી ઝુલહજ સુધીની મુદ્દતનમાં ઉમરહ કરવો મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે, ચાહે તે માણસ મીકાતની અંદર રહેતો હોય કે મીકાતની બહારનો રહેવાસી હોય. (શામી – ર/ ૧પ૧, ઝુ.મનાસિક–૧/ર૪૮)

Log in or Register to save this content for later.