[પ૦] અલગ અલગ દેશમાં વસવાટ કરનારાઓના નિકાહ

Chapter : નિકાહ

(Page : 86-87-88)

સવાલ :– ફોરેન માટે શાદી બાબત કઈંક જાણકારી જોઈએ છે કે છોકરો લંડનમાં રહે છે, છોકરી ઈન્ડિયામાં રહે છે, એ જ પ્રમાણે છોકરી લંડનમાં રહે છે અને છોકરો ઈન્ડિયામાં, હવે ઈન્ડિયામાં નિકાહ પઢવાના છે, છોકરો લંડનમાં રહે છે, તો આવા નિકાહ બાબત રેહબરી કરશો કે નિકાહ પઢાવનારને ઈજાબો કુબૂલ કેવી રીતે કરાવવું તે તફસીલથી જણાવશો.

                દાખલા તરીકે છોકરીના વાલિદ ઈબ્રાહીમભાઈ પટેલ જે ઈન્ડિયામાં રહે છે, છોકરાના વાલિદ યૂનુસ ભાઈ પટેલ જે લંડનમાં રહે છે, આ બન્‍નેવના છોકરા – છોકરી છે.

                છોકરાનું નામ અબ્દુલ્લાહ યુનૂસ પટેલ, છોકરીનું નામ સાબેરા ઈબ્રાહીમ પટેલ છે.

                હવે પૂરી હકીકત સામે આવી ગઈ હશે, માટે જલ્દીથી જવાબ આપી એહસાન કરશો.

જવાબ :– પૂછેલી સૂરતમાં જો છોકરી ઈન્ડિયામાં હોય અને છોકરો લંડનમાં હોય અને બન્‍નેવના નિકાહની મજલિસ ઈન્ડિયામાં કરવી હોય તો તેની આસાન સૂરત આ પ્રમાણે છે કે છોકરો પોતાના નિકાહ મજકૂર છોકરી સાથે પઢાવવાનો વકીલ ઈન્ડિયામાં કોઈ ઓળખીતા માણસને ફોન, ફેકસ અથવા પોસ્ટ મારફતે બનાવી આપે, છોકરીનો વકીલ અને છોકરાનો વકીલ નિકાહની મજલિસમાં ગવાહો સમક્ષ અને નિકાહ પઢાવનાર સામે હાજર થાય, નિકાહ પઢાવનાર નિકાહનો ખુત્બો પઢયા પછી છોકરીના વકીલને પૂછે કે હે ”ફૂલાં સાહબ, આપને અપની વકાલતસે ફૂલાની બિન્તે ફુલાં કો ઈતની નકદ યા ઈતની મુદ્દત ઉધાર મહર કે ઈવઝમેં ફુલાં બિન ફુલાં કે અકદે નિકાહમેં ઈન ગવાહોંકી ગવાહી સે હાઝિરીને મજલિસ કે સામને ઓરત બના કે દિયા?” જયારે તે વકીલ કહે કે ”મેંને ઉસકો ફુલાં બિન ફુલાં કે નિકાહમેં ઓરત બના કે દિયા” તો આ મજકૂર નિકાહનો ઈજાબ થઈ ગયો.

                હવે નિકાહ પઢાવનાર છોકરાના વકીલને આ પ્રમાણે પૂછે કે ”હે ફુલાં સાહબ! આપને બહેસિયતે વકીલ ફુલાં બિન ફુલાં કે નિકાહ મેં ફુલાની બિન્તે ફુલાં કો ઈતને નકદ યા ઉધાર મહર કે ઈવઝમેં ઈન ગવાહોં કી ગવાહી સે હાઝિરીને મજલિસ કે સામને કબૂલ કિયા?”

                જયારે તે આ પ્રમાણે કહી જવાબ આપે કે :

                ”મેંને બહૈસિયતે વકીલ ફુલાંની બિન્તે ફુલાં કા નિકાહ ફુલાં બિન ફુલાં કે સાથ મજકૂર મહર કે ઈવઝ કબૂલ કિયા” તો મજકૂર નિકાહનો કુબૂલ થયો અને બન્‍ને તરફથી નિકાહના વકીલોના ઈજાબો કબૂલથી નિકાહ પૂરા થઈ ગયા.

                જો છોકરી લંડનમાં હોય અને છોકરો ઈન્ડિયામાં હોય અને નિકાહ ઈન્ડિયામાં પઢવાના હોય, તો છોકરી કોઈ ઓળખીતા રિશ્તેદારને ઈન્ડિયામાં પોતાના નિકાહ મજકૂર છોકરા સાથે પઢાવવાનો વકીલ બનાવી આપે. (ફોન, ફેકસ કે પોસ્ટ વડે) અને પછી સામાન્ય રીતે જેમ નિકાહના ઈજાબો કબૂલ કરાવવામાં આવે છે તે મુજબ ઈજાબો કબૂલ કરાવવામાં આવે.       (શામી ભા. ર / ર૬પ)

Log in or Register to save this content for later.