Chapter : નિકાહ
(Page : 67-68)
[૩૭] ગેર મુસ્લિમ પતિની મુસ્લિમ થનાર પત્નીના નિકાહ
સવાલઃ–(૧) એક ગેર મુસ્લિમ પતિ – પત્ની છે, તેમાંથી પત્ની મુસલમાન થઈ છે, તો બન્નેના નિકાહ કાઈમ રહેશે કે તૂટી જશે?
જવાબ :–(૧) મજકૂર ઓરતના ઈસ્લામ સ્વીકાર્યા પછી તેનો હિંદુ પતિ છુટા છેડા ન આપે અને તે ઓરતને ત્રણ માસિક આવી જાય અને તે દરમ્યાન તેનો પતિ ઈસ્લામ સ્વીકાર ન કરે તો તે ઓરતના નિકાહ આપો આપ તૂટી જશે, ચાહે તેનો હિંદુ પતિ છુટાછેડા આપે કે ન આપે ત્રણ માસિક આવ્યા પછી નિકાહ તૂટી જશે અને ઈદ્દત ગુજારીને મુસલમાન સાથે નિકાહ કરી શકશે.(શામીઃર, હીલએ નાજિઝહ :૧૧૪)
Log in or Register to save this content for later.