[૩૪] નિકાહ થયેલ ઓરતને વીઝા મેળવવા માટે બીજાની પત્ની બતાવવી

Chapter : નિકાહ

(Page : 64)

સવાલઃ– એક માણસ લંડન – યુ.કે. માં રહેતો હોય અને એણે પોતાની ઓરતને ઈન્ડિયાથી વિઝીટ વીઝા ઉપર લંડન બોલાવી, હવે તે માણસ પોતાની ઓરતને લંડન રાખવા માટે ત્યાંના રેસીડન્ટ (લંડનમાં રહેતા પરાયા માણસ) સાથે નિકાહ રજિસ્ટર કરાવી ત્યાંની સરકારી કોર્ટમાં સાબિતી માટે આવા નિકાહ કરાવી ત્યાં લંડનમાં ઓરતને રાખવું કેવું છે? આવા નિકાહ કરવાથી પોતાના હકીકી શવહરના માટે શરીઅતથી કોઈ વાંધો આવશે ખરો ?

જવાબઃ– જયાં સુધી ઓરતનો હકીકી શવહર ઓરતને તલાક ન આપે ત્યાં સુધી ઓરત નિકાહમાંથી અલગ નહિ થાય, ચાહે ઓરતના નિકાહ ગેર શવહર સાથે રજીસ્ટર્ડ કરાવવામાં આવે, પરંતુ આવી કાર્યવાહી માત્ર કાગળ પર કરવી એ જાઈઝ નથી, કારણ કે એ તદ્દન જુઠ થશે અને પરાયા પુરુષને પતિ સાબિત કરવા અને બતાવવા માટે સંભવ છે કે ઘણા નાજાઈઝ અને હરામ કૃત્યો કરવા પડે.     (શામી ભા.ર)

Log in or Register to save this content for later.