[૧૪૪] સઉદીમાં રહેતો દીકરો બીમાર બાપની હજ્જે બદલ કરે

Chapter : હજ

(Page : 203-204)

સવાલ :– હું એક વૃધ્ધ માણસ છું મને દમની બીમારી છે, પાંચ–દસ કદમ ચાલું છું કે હાંફ ચઢે છે, જયારે બીજી તરફ હું સાહિબે માલ પણ છું અને મારી ઉપર હજ ફર્ઝ છે, બીજી તરફ મારો ફરઝંદ સઉદી અરબિય્યહ છે, તો હજના ઝમાનામાં મારો ફરઝંદ મારા તરફથી હજ્જે બદલ અદા કરી શકે કે નહિ? દમની એ હાલત છે કે દસ કદમ ચાલી બેસું ત્યારે શાંતિ થાય છે તો મારી આ હાલત (દમની બીમારી) શરીઅતની દ્રષ્ટિએ મજબૂરી ગણાશે કે કેમ? અને મારો છોકરો મારા વતીની હજ્જે બદલ અદા કરી શકે કે કેમ ?

જવાબ :– હજ્જે બદલ ફર્ઝ માટે અસલ વ્યકિતનું એવી બીમારીના કારણે અશકિતમાન હોવું જરૂરી છે કે સામાન્ય સંજોગોમાં જેનાથી તંદુરસ્તી મળવાની આશા ન હોય, જો આ દમની બીમારી વિશ્વાસ પાત્ર મુસ્લિમ ડોકટરો કે હકીમોના બતાવવાથી કે પોતાના વર્ષોના અનુભવથી એ પ્રમાણે સાબિત થઈ હોય અને તેમાં એટલી કમઝોરી રહેતી હોય કે હજનો સફર અને તેના અરકાન તથા ફર્ઝ વાજિબો અદા કરવાની શકિત પોતે ન અનુભવતા હોય તો હજ્જે બદલ માટે કોઈ એવી વ્યકિતને મોકલવી જાઈઝ છે જેણે પોતાની ફર્ઝ હજ કરી લીધી હોય.(દુ.મુખ્તાર શામી –ર/ર૩૮, ઝુ.મનાસિક–ર/૧પ૦)

                જો મજકૂર બીમારી ઉપર પ્રમાણે હોય તો હજ્જે બદલના દુરસ્ત થવા માટે એ પણ જરૂરી છે કે હજનો ખર્ચ તમો પોતાની પાસેથી આપો, જો છોકરો તમારા કહેવાથી પોતાના ખર્ચે હજ કરી લેશે તો હજ્જે બદલ નફલ તો અદા થશે પણ ફર્ઝ હજ અદા નહિ થાય.(દુ.મુખ્તાર શામી–ર/ર૩૯,ર૪૦,ર૪૩, ઝુ.મનાસિક–ર/૧પ૧)

                જો પોતે હજથી મજબૂર હોવાની હાલતમાં સઉદીમાં રહેતા છોકરાને પોતાની ફર્ઝ હજ્જે બદલ કરવા પોતે તેને હજનો ખર્ચ આપી કહેવામાં આવે અને તે બદલ હજ્જે બદલ કરશે તો હજે ફર્ઝ અદા તો થઈ જશે પણ પોતાનું  વતન છોડી બીજી જગ્યાએથી હજ્જે બદલ માટે મોકલનાર ગુનેહગાર થશે.   (શામી –ર/ર૪ર, ઝુ.મનાસિક–ર/૧પ૩)

Log in or Register to save this content for later.