[૧પર] મોકલનારના વતન સિવાય બીજી જગ્યાએથી હજ્જે બદલ

Chapter : હજ

(Page : 209-210)

સવાલ :–હજ્જે બદલ માટે આપણે જે ગામના વતની છીએ અથવા હિંદુસ્તાનના છીએ તો અહિંઆનો માણસ હોવું જરૂરી છે?

જવાબ :– જેના તરફથી હજ્જે બદલ કરવામાં આવે, જો તેણે બીજી જગ્યાએથી હજ્જે બદલ કરવાની ચોખવટ ન કરી હોય તો તેના વતન (ગામ) અથવા તેના વતનના નઝદીકથી હજ્જે બદલ માટે જવું જરૂરી છે ચાહે તે માણસ ગમે ત્યાંનો રહેવાસી હોય અને જો હજ્જે બદલ કરાવનાર બીજી જગ્યાએથી કોઈને હજ્જે બદલ માટે મોકલે તો બીજી જગ્યાએથી હજ્જે બદલ કરાવવી જાઈઝ છે, ચાહે મકકહ મુર્કરમહ અથવા તેની નઝદીકના ઈલાકાથી પણ કેમ ન હોય, પરંતુ હજ્જે બદલ ફર્ઝ હોય તો પૈસા બચાવવાની નિય્યતથી બીજી જગ્યાએથી કોઈને મોકલવો મકરૂહ છે.      (ઝુ.મનાસિક–ર/૧પ૩)

Log in or Register to save this content for later.