[ર૬] વેપારીની દુકાન પર ઝકાત નથી

Chapter : ઝકાત

(Page : 67)

સવાલ :– નવો ધંધો શરૂ કરવા માટે જે બાંધકામમાં અથવા ધંધા પાછળ જે રોકાણ થયું હોય તેના પર ઝકાત બાબત વિગતવાર જવાબ આપશો. (આ રકમ છેલ્લા એક મહિનાથી રોકાણ થઈ છે પરંતુ બેંકમાં વર્ષ પૂરું થવા આવ્યું છે.)

જવાબ :– કોઈ વેપાર કરવા કે ઉદ્યોગ માટે વેપારના અથવા ઉદ્યોગના સ્થળ માટે જે બાંધકામ કરવામાં આવ્યું હોય અને તેમાં જે મૂડી ખર્ચ થઈ ચૂકી હોય તેની ઝકાત આપવી ઝરૂરી નથી અને વેપારના માલસામાન અથવા ઉદ્યોગના કાચા માલમાં જે મૂડી રોકાણ થયું હોય તેની ઝકાત આપવી ઝરૂરી છે.

Log in or Register to save this content for later.