Chapter : નમાઝ
(Page : 355)
સવાલ :– હમારી બાજુમાં એક મોલ્વી સાહેબ રહે છે. તેમનો એક છોકરો છે, જે નમાઝ પઢતો નથી. પાટલૂન બુશર્ટ પહેરે છે. રેડિયો રાખે છે. દાઢી રાખતો નથી. વાળ હિપ્પી જેવા રાખે છે અને મોલ્વી સાહેબ સાથે જ રહે છે. તો શું આવા મોલ્વી સાહેબ પાછળ નમાઝ થાય કે નહિં ?
જવાબ :– જો મોલ્વી સા. પોતાના છોકરાના ગેરશરઈ કામોથી ખુશ અને રાજી છે તો તેઓની ઈમામતમાં કરાહત આવશે અને જો તેનાથી ખુશ નથી તો છોકરાના કામોથી તેઓની ઈમામતમાં કરાહત નહિં આવે.
Log in or Register to save this content for later.