[૧૩૭] ફર્ઝ હજ જલ્દી પઢવી જોઈએ

Chapter : hj

(Page : 194)

સવાલ :– મારી છોકરી ૧૭ વર્ષની છે અને છોકરો ૧૪ વર્ષનો છે, મારા શોહરના મરણ થવાથી બન્‍નવને વારસા હક મળ્યો અને બન્‍નવ ઉપર હજ ફર્ઝ થઈ ગઈ છે, મારો છોકરો થોડા દિવસો પછી બાલિગ થઈ જશે, પરંતુ એનામાં હજ કરવાની કોઈ જાણકારી અને હોશિયારી નથી, માટે તેને હજમાં મોકલાય કે નહિ? અથવા થોડા વર્ષો રાહ જોવાય કે નહિ?  કારણ કે હજુ તે પૂરી નમાઝનો પણ પાબંદ નથી.

જવાબ :– છોકરો બાલિગ થયા પછી તેની પોતાની માલિકીમાં હજ ફર્ઝ થવા પાત્ર માલ મિલકત હશે તો તેના ઉપર હજ ફર્ઝ થઈ જશે અને હજ ફર્ઝ થઈ ગયા પછી તુરત અદા કરી લેવી જોઈએ. હજના ઝરૂરી મસાઈલ અને તેની રીત જાણવા અને સમજવા માટે ઘણી લાંબી મુદ્દત ઝરૂરી નથી. થોડા મહિનાઓમાં પણ શીખી અને સમજી શકાય છે અને હજનો સફર ઘણા અનુભવી અને માહિતગાર સાથીઓ સાથે સરળતાથી કરી શકાય છે.         (શામી–ર)

Log in or Register to save this content for later.