[૧૦૯] હજના દિવસોમાં હૈઝને રોકવા ગોળીઓનો ઉપયોગ

Chapter : હજ

(Page : 143-144)

સવાલ :– આજકાલ હજ પઢવા જતી ઔરતો હૈઝ (માસિક)ને રોકવા માટે દવાની ગોળીઓ પોતાની સાથે લઈ જાય છે અને તે ગોળીઓનો ઉપયોગ કરે છે. મજકૂર ગોળીઓનો ઉપયોગ કરવાથી હજના સમયમાં કે હજ પછી જયાં સુધી ઘરે પાછા ન આવે ત્યાં સુધી હૈઝ આવતું નથી તો શું આ ટેબલેટ વાપરવી જાઈઝ છે? અગર ગોળીઓ વાપરવી નાજાઈઝ હોય તો માસિકને રોકવા માટે શું કરવું ? હજના જ દિવસોમાં માસિક આવે તો પછી હજ કેવી રીતે અદા થાય ?

જવાબ :– હજની અદાયગી માટે કોઈ જાઈઝ ઉપાય દ્રારા હૈઝને રોકવું ઔરત માટે જરૂરી નથી અને નમાઝ તથા રોઝહની જેમ હજની અદાયગી માટે હૈઝથી પાક હોવું શર્ત નથી. તવાફ, નમાઝ અને મસ્જિદમાં દાખલ થવા સિવાય હજના બીજા અમલ ઔરત હૈઝની હાલતમાં પણ અદા કરી શકે છે, જરૂરી તવાફ હૈઝથી પાક થઈ અદા કરશે અને નમાઝ હૈઝના કારણે માફ થઈ જશે.

                મજકૂર ગોળીઓમાં કોઈ હરામ અને નાજાઇઝ વસ્તુઓની મિલાવટ ન કરવામાં આવતી હોય તો તે ગોળીઓનો ઉપયોગ કરવો અને હૈઝને રોકવું ઔરત માટે જાઈઝ છે અને ગોળીઓના કારણે જયાં સુધી હૈઝ નહિ આવે ત્યાં સુધી તે પાક જ ગણાશે અને નમાઝ, તવાફ વગેરે હજના બધા જ અમલ અદા કરી શકશે. બાકી જો તે ગોળીઓ વાપરવાથી બીજી કોઈ  શારીરિક તકલીફ ઉભી થવાનો ભય હોય તો બેહતર છે કે તેનો ઉપયોગ ન કરવામાં આવે.           (શામી–૧/ર૦પ)

Log in or Register to save this content for later.