[૧૦૩] શોહરનું પત્નીને હજમાં સાથે લઈ જવું

Chapter : હજ

(Page : 136-137)

સવાલ :– આપણે આ બાજુ ઘરની મિલ્કત પતિ – પત્ની ભેગી જ ગણવામાં આવે છે, પત્નીની મિલ્કત જુદી ગણાતી નથી. તો હજની ફર્ઝિયતની રૂએ જોવામાં આવે તો પતિ પર જ હજ ફર્ઝ થયેલી ગણાશે ને? જો પતિ એકલો જ હજ માટે જાય અને સગવડ હોવા છતાં પત્નીને ન લઈ જાય તો પતિ ગુનેહગાર ગણાશે? અથવા પુરૂષ એકલો હજમાં જઈ શકે એટલી રકમ હોય તો પુરૂષે હજ કરવા જઈ આવવું જોઈએ કે બન્‍ન માટે સગવડ થવાની રાહ જોવી જોઈએ.

જવાબ :– ચાહે પતિ પત્નીની વસ્તુઓ બન્‍નવ એક બીજાની ખૂશીથી ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેથી તે બન્‍નવની સંયુકત માલિકીની નહિ ગણાય, જો પતિની પોતાની અંગત માલિકીમાં એટલો માલ હોય કે તેના ઉપર હજ ફર્ઝ થાય અને પત્ની પાસે એટલો માલ ન હોય તો પતિ ઉપર હજ ફર્ઝ થશે અને તેણે પોતાની ફર્ઝ હજ જલ્દી પઢી લેવી જોઈએ, પત્નીને સાથે લઈ જઈ શકાય એટલો માલ જમા થવાની રાહ ન જોવી જોઈએ, જો પતિ પાસે પત્નીને સાથે હજમાં લઈ જવાની સગવડ હોય પરંતુ પત્ની ઉપર તેની પાસે માલ – મિલ્કત ન હોવાથી હજ ફર્ઝ ન હોય તો પત્નીને હજમાં લઈ જવી જરૂરી નથી. તે છતાં જો લઈ જશે તો હુસ્ને સુલૂક અને નેકી ગણાશે. (શામી–ર/મહમૂદિય્યહ–૧૭)

Log in or Register to save this content for later.