Chapter : હજ
(Page : 135)
સવાલઃ– આ વર્ષે હજના મુબારક અવસરે હું ડ્રાઈવર તરીકે ગયો અને મારા શેઠ અને શેઠની ફેમીલી સાથે હતા, તો આ માતહતીના લઈ અમુક ભૂલો થઈ છે જે નીચે પ્રમાણે છે.
મુઝદલિફહથી લગભગ રાતના ૧ર વાગ્યે નિકળી ગયા હતા. (સુબ્હસાદિક પહેલાં નિકળી ગયા હતા)
જવાબઃ– વુકૂફે મુઝદલિફહ વાજિબ છે અને તેનો વખત દસમી ઝિલહજની સુબ્હે સાદિકથી તુલૂએ આફતાબ દરમ્યાન છે તેથી પહેલાં અથવા પછી વુકૂફ કરવાથી સહીહ નહિ ગણાય અને પોતાના શેઠના પ્રોગ્રામના તાબે થઈ તેના વખતથી પહેલાં અદા કરવાથી તે છૂટી ગયેલો ગણાશે અને તે બદલ દમ દેવો વાજિબ ગણાશે. (શામી–ર/૧૭૮)
Log in or Register to save this content for later.