[ર૮૭] લહને જલી અને ખફીનો મતલબ

Chapter : નમાઝ

(Page : 316)

સવાલ : કુરઆન શરીફમાં લહને જલી અને લહને ખફીની ભૂલ કઈ રીતે થાય છે અથવા તેની માહિતી વિશેની વિગત અથવા કિતાબ હોય તો લખી જણાવશો.

જવાબ :– લહને જલીની અનેક સૂરતો છે : (૧) મખરજ અગર સિફાતની રિઆયત ન કરવાના કારણે એક અક્ષરને બીજા અક્ષરથી બદલી નાખવું, (ર) હરકતો ઝબર–ઝેર–પેશને ખેંચીને પઢવું, (૩) હુરૂફે મદ્દહને ઘટાડીને પઢવું, (૪) હરકતો અને સાકિન હરફોમાં ગલતી કરવી.

                કુરઆનના અક્ષરોને સુંદર રીતે તેની અસલ ઢબ મુજબ પઢવા માટેના જે નિયમો છે તેના વિરૂધ્ધ પઢવાથી લહને ખફી થાય છે. વધુ વિગત માટે ‘‘ખુલાસતુલ્‌ બયાન (અરબી) અને ‘‘જમાલુલ્‌ કુરઆન (ઉર્દૂ) કિતાબનો અભ્યાસ કરવામાં આવે તો પુરતી જાણકારી મળશે.

(જમાલુલ્‌ કુરઆન–ખુલાસતુલ્‌ બયાન)

Log in or Register to save this content for later.