[ર૮૩] ઉઝરના કારણે નમાઝમાં બિસ્મિલ્લાહ જોરથી પઢવી

Chapter : નમાઝ

(Page : 314)

સવાલ :– મને થોડા સમયથી ઈમામતમાં તકલીફ છે. સૂરએ ફાતિહા શરૂ કરવામાં અલિફે મફ્‌તૂહા (જે અલિફ પર ઝબર હોય) પર ઝુબાન ચોંટી જાય છે અને તે અલિફ અદા થાય ત્યાં સુધીમાં મારા શરીરની નશેનશ ખેંચાય છે. હવે પૂછવાનું એટલું જ કે જો હું બિસ્મિલ્લાહ જોરથી પઢું અને બિસ્મિલ્લાહની મીમને અલ્હમ્દુના અલિફ લામ સાથે મેળવીને પઢું તો આખી નમાજ સહેલાઈથી પઢાવી શકું છું તો શું મજબૂરીના દરજામાં મારા માટે જોરથી બિસ્મિલ્લાહની ગુંજાઈશ નીકળશે કે કેમ ?

જવાબ :– જહરી (જોરથી) કિરાઅતવાળી નમાઝમાં પણ બિસ્મિલ્લાહ ધીમેથી પઢવી સુન્નત છે. અલ્હમ્દુના અલિફ ઉપર ઝુબાન ચોંટી જવાની મજબૂરીના લઈ બિસ્મિલ્લાહ મિલાવીને (વસ્લન્‌) પઢી શકાય છે અને જોરથી પઢવી પણ જાઈઝ છે, કારણ કે અલિફે મફ્‌તૂહા ખેંચવામાં આવશે તો નમાઝ ફાસિદ થઈ જશે, પરંતુ બેહતર એ છે કે આવો માણસ જહરી નમાઝની ઈમામત ન કરે, કારણ કે પૂરી જમાઅતની નમાઝની એક સુન્નત હંમેશા માટે છૂટવા ન પામે.           (શામી : ૧/૩ર૦)

Log in or Register to save this content for later.