[૭૩] પુરૂષે એહરામની હાલતમાં ચડ્ડી પહેરવી

Chapter : હજ

(Page : 107-108)

સવાલ :– એક માણસ જે હજમાં જઈ રહ્યો છે તેઓને ગુપ્ત જગ્યાએ એક પ્રકારની બીમારી અને તકલીફ છે. મજકૂર બીમારી અને તકલીફના કારણે તેઓએ એહરામની હાલતમાં પણ ચડ્ડી પહેરવી પડે એમ છે, કારણ કે અંડર વિયર (ચડ્ડી) ન પહેરે તો ગુપ્તાંગમાં દુખાવો થાય છે તો આવી હાલતમાં તે માણસ એહરામની હાલતમાં ચડ્ડી પહેરી શકે કે નહિ?

જવાબ :– હજ – ઉમરહના એહરામની હાલતમાં સવાલમાં લખેલી મજબૂરીના કારણે સીવેલી અંડર વિયેર (ચડ્ડી) પહેરવી જાઈઝ છે, પરંતુ સીવેલી ચડ્ડી પહેરવા બદલ છેવટમાં એક દમનો કફફારો આપવો વાજિબ છે, અલબત્ત જો મજકૂર બીમારીનો એ પ્રમાણે ઉપાય કરવામાં આવે કે કમર ઉપર દોરી બાંધી ગુપ્ત ભાગને બંધન રહે એ પ્રમાણેનું સીવ્યા વગરનું જાડું કપડું આગળ પાછળ બન્‍ન તરફથી કમર પર બાંધેલી દોરી સાથે ગાંઠ લગાવી બાંધી દેવામાં આવે, તો આ પ્રમાણે કપડું બાંધવું જાઈઝ છે અને આવું ચડ્ડીની જેમ સીવ્યા વગરનું કપડું બાંધવાથી કોઈ કફફારો પણ લાગુ નહિ પડે.

(ઉમ. ફિકહ– ૪/૪૮૯, અહ.ફતાવા– ૪/પર૧)

Log in or Register to save this content for later.