[૬૮] મહરમનો ખર્ચ ન હોય તો ઔરત પર હજ ફર્ઝ નથી

Chapter : હજ

(Page : 101)

સવાલઃ– મારા નાની જેમની ઉમર લગભગ ૭૦ વર્ષની આસપાસ છે જેમને આ વર્ષે હજ પઢવા જવાનું નકકી થયું છે, પરંતુ એમની પાસે એટલો ખર્ચ નથી કે જેથી પોતાના ખર્ચે મહરમને સાથે લઈ જાય, ફકત પોતાનો જ ખર્ચ છે અને આજ વર્ષે એમના દિયરનો દિકરો પણ હજ પઢવા જઈ રહયો છે તો એમની સાથે જઈ શકે?

જવાબઃ– દિયરનો છોકરો ઔરત માટે મહરમ ન ગણાય, માટે તેની સાથે હજ પઢવા જવું જાઈઝ નથી અને જો કોઈ એવો મહરમ (રિશ્તેદાર જેની સાથે હંમેશા માટે જીંદગીભર નિકાહ કરવા હરામ હોય) ન મળે કે જે પોતાના ખર્ચે મજકૂર ઔરત સાથે હજ માટે જવા તૈયાર હોય અને ઔરત પાસે પોતાના ખર્ચે મહરમ ને સાથે લઈ જાય એટલી રકમ ન હોય તો ઔરત પર હજ ફર્ઝ નહિ થાય.(શામી ૧૪પ ભા.ર / મુ. હુજ્જાજ ૮પ)

Log in or Register to save this content for later.