[૪૬] દૂધ શરીક ભાઈ બહેનની અવલાદ મહરમ છે

Chapter : હજ

(Page : 84)

સવાલ :– મારી ફોઈએ મને દૂધ પીવડાવ્યું માટે મારા માટે મારી ફોઈના છોકરા મહરમમાં આવે એ બરાબર પણ મારી ફોઈના છોકરાના છોકરા અને ફોઈની છોકરીના છોકરા મારા માટે મહરમમાં આવે કે કેમ? કારણ સગાભાઈના અને સગી બહેનના છોકરા મહરમ ગણાય, દૂધ ભાઈ –દૂધ બહેનના છોકરા મહરમ ગણાય કે કેમ?

જવાબઃ– રઝાઈ ભાઈના છોકરાઓ તમારા ભત્રીજાઓ ગણાય અને રઝાઈ બહેનના છોકરાઓ તમારા ભાણેજાં ગણાય, એટલે શરઈ દ્રષ્ટિએ તેઓ તમારા મહરમ ગણાય. (બદાઈઅ–ર, ભા.૪)

Log in or Register to save this content for later.