Chapter : હજ
(Page : 78)
સવાલ :– એક ભાઈ છે તે સઉદીયા રહે છે, એમના વાઈફ હાલ એમના પિયરમાં રહે છે બે બહેનોએ એક જ ઘરમાં શાદી કરી હતી, સંજોગ વસાત એક ભાઈએ પોતાની વાઈફને છૂટી કરી આપી, અને છોકરીવાળાઓએ બીજી છોકરીની પણ ફારગતી માંગી અને ધમકીઓ પણ આપી. પરંતુ છોકરીને છૂટી કરી નહિ જો કે એ છોકરાનો વિચાર સો ટકા છૂટી કરવાનો જ છે. પણ હજુ છૂટી કરી નથી, હવે એ ભાઈ સઉદીયાથી હજ પઢવા જવાના છે. તો શું એની વાઈફની રજા લેવાની જરૂરી ખરી? જવાબ આપવા કૃપા કરશો. (છોકરો બોલાવવા માંગતો જ નથી.)
જવાબ :– કોઈ મરદના હજ પઢવા જવા માટે તેની ઔરતની રજા લેવી જરૂરી નથી. હા, વતન પાછા ફરતાં સુધીનો ભરણપોષણ ખર્ચ આપવો જરૂરી છે, જયારે કે ઔરત તરફથી કોઈ એવી હરકત ન હોય કે જેનાથી તેનું ભરણપોષણ શવહરને શિરે વાજિબ ન રહે. (શામી – ર/૧૪૪)
જો પુરૂષ પોતે પણ પોતાની ઔરતને બોલાવવા ન માંગતો હોય અને હવે પછી પતિ પત્ની તરીકે નિભાવની આશા ન હોય તો જરૂરી છે કે શરીઅતે બતાવેલ તરીકા મુજબ ઔરતને પોતાના નિકાહમાંથી છુટકારો આપે અને જો કોઈ બિન ઈસ્લામી કાયદામાં સપડાવવાનો ભય હોય તો ”ખુલઅ” કરી લે, નહિ તો આ પ્રમાણે ઔરતને બાંધી રાખવાથી ગુનેહગાર થશે. (કુર્આન શરીફ, સૂ.બકરહઃ ર૩૧, શામી– દુ.મુખ્તાર– ર/૪૧૬)
Log in or Register to save this content for later.