Chapter : ઝકાત
(Page : 61)
સવાલ :– અશરફી કીસે કેહતે હેં ? દીનાર કીસે કેહતે હેં ? એક અશરફી કી આજકી કિંમત ગીની જાવે તો કિત્ને હોતે હેં ?
જવાબ :– સામાન્ય રીતે અરબી શબ્દ દીનારનો અર્થ અશરફીથી કરવામાં આવે છે અને ખરેખર અશરફી સોનાનો એક ચલણી સિકકો હતો જે સૌથી પહેલાં ઈરાનના એક અશરફ નામના બાદશાહે બનાવી પ્રચલિત કર્યો હતો, જે દસ માશાના સોનાના વજનનો હતો. (ફરહંગે આસિફિય્યહ :૧/૧૭૪, ફીરોઝુલ્લુગાત) જો અશરફીથી દીનાર મુરાદ લેવામાં આવે તો દીનારનું પ્રમાણ સાડા ચાર માશા થાય છે એટલે કે સાડા ચાર માશા સોનાની જેટલી કિંમત થાય એટલા રૂપિયા એક અશરફીના ગણવામાં આવે. (જ.ફિકહ–૧)
Log in or Register to save this content for later.