Chapter : હજ
(Page : 68-69)
સવાલ :– અમો બન્નવ પતિ–પત્નીએ હજનું ફોર્મ ભર્યું છે અને બિફઝલિહી તઆલા કબૂલ પણ થઈ જશે, હાલ મારી ઔરતના પેટમાં બે માસનો હમલ છે, વળી, હજુ હજના સફરમાં લગભગ સાત મહિના બાકી છે અને સરકારી કાયદા પ્રમાણે છ માસના હમલ વાળી ઓરત હજ માટે જઈ શકતી નથી. વળી ત્યાં પણ હમલના કારણે તકલીફ રહે, એવી સંભાવના છે, તો આવા સંજોગોમાં ફર્ઝ હજની અદાયગી માટે ઈસકાત કરાવી શકાય? કારણ કે આવતા વર્ષે કેવા સંજોગો હશે, તેની જાણ નથી. માટે જો હમલ પડાવવામાં શરીઅતથી કોઈ વાંધો આવતો ન હોય તો હમલ પડાવવાનો ઈરાદો છે.
જવાબઃ– પૂછેલી સૂરતમાં ફર્ઝ હજમાં એક વર્ષ મોડું કરી શકાય છે, માટે હજના કારણે હમલ પડાવવો દુરસ્ત નથી. (શામી–ર)
Log in or Register to save this content for later.