[ર૩] હજના સફર માટે શેઠ ગાડી ભાડે કરી આપે

Chapter : હજ

(Page : 66-67)

સવાલ :– અમે હજ કરવા  જવાના છીએ હજ માં બધો ખર્ચ પોતાનો  હોવો જરૂરી છે. અને અમો પોતાના પૈસા ખર્ચ કરીને જવાના હતા પરંતુ બે ત્રણ દિવસ પહેલા અમારા શેઠે કહ્યું કે હું તમને એક મોટી ગાડીનો બંદોબસ્ત કરી આપું છું અને ગાડીનું ભાડું પણ હું મારા તરફથી ચૂકવી આપીશ. તમો કુરબાની તથા બીજો જે કંઈ ખર્ચ થાય તે પોતાનો કરશો, તો અમારી હજ માટેના સફરમાં ગાડીનું ભાડું  શેઠ ચૂકવે તો અમારી હજ દુરસ્ત થશે કે નહિ ? જો બીજાથી ભાડું લેવું દુરસ્ત ન હોય તો અમો પગારમાંથી પૈસા કપાવી લઈશું.

જવાબઃ– હજ ફર્ઝ થવા માટે હજ થી સંબંધિત બધો ખર્ચ અને વાપસી સુધીની મુદ્દતનો બાલ બચ્ચાઓનો ભરણપોષણ ખર્ચ પોતાની માલિકીમાં હોવો જરૂરી છે. હજની અદાયગીમાં તે જ રકમ ખર્ચ થવી જરૂરી નથી જેના હોવાથી હજ ફર્ઝ થઈ છે.

                માટે જે માણસ પાસે હજ ફર્ઝ થવાના પ્રમાણમાં માલ હોય અને બીજો માણસ તેને  ભાડે ગાડી કરી આપે અને ભાડુ ચૂકવી આપે તો તે સાધનમાં સફર કરી પોતાની ફર્ઝ હજ અદા કરવા જઈ શકાય છે અને તેવા સાધન દ્રારા હજની મુસાફરી કરવાથી હજના જાઈઝ હોવામાં કોઈ શંકા કરવાની જરૂરત નથી અને શેઠે ભાડે કરી આપેલ સાધનથી મુસાફરી કરવા પોતે રાજીખુશી હોય તો પગારમાંથી ભાડું કપાવવાની પણ જરૂરત નથી. (આલમગીરી – ૧/ર૧૭)

Log in or Register to save this content for later.