Chapter : નમાઝ
(Page : 262)
સવાલ :– એક ગામમાં એક હોટલ છે, હોટલની બાજુમાં ઈબાદતખાનું છે. ત્યાં અઝાન આપવી શું જરૂરી છે ? અને ગામની બીજી મસ્જિદોમાંથી ત્યાં અઝાનનો અવાઝ આવતો હોય તો શું આવી સૂરતમાં પણ અઝાન આપવી જરૂરી છે? જવાબ :– મજકૂર ઈબાદતખાનામાં ગામની મસ્જિદની અઝાન સંભળાય તો પણ અઝાન આપવી મુસ્તહબ અને અફઝલ છે, પરંતુ જો મજકૂર ઈબાદતખાનામાં અઝાન નહિં અપાય તો અઝાન છોડવી મકરૂહ પણ નથી, કારણકે ગામની મસ્જિદની અઝાન નમાઝ માટે પૂરતી ગણાશે.(શામી –૧/ર૬૪)
Log in or Register to save this content for later.