[પ] નફાની રકમ ઉપર વર્ષ વીતવું ઝરૂરી નથી

Chapter : ઝકાત

(Page : 50)

સવાલ :– માની લો કે રમઝાન માસ નવેમ્બર મહિનામાં આવ્યો ત્યાર બાદ અમોને માર્ચ મહિનામાં ધંધામાં નફો મળ્યો, પછી મે મહિનામાં નફો મળ્યો અને ત્યાર બાદ બીજો રમઝાન માસ ઓકટોબર મહિનામાં આવ્યો, તો આ સૂરતમાં અમારે બીજા રમઝાનમાં પૂરા વર્ષ દરમ્યાન થયેલા કુલ નફાની ઝકાત આપવી પડશે કે નફાની રકમ ઉપર જયારે પૂરું વર્ષ વીતે એટલે કે માર્ચથી માર્ચ, મે થી મે એમ એક વર્ષ પૂરું થાય ત્યારે ઝકાત આપવાની રહેશે ?

જવાબ :– ઝકાતના ઈસ્લામી વર્ષ દરમ્યાન જે તે મળનાર નફા ઉપર એક ઈસ્લામી વર્ષ પૂરું થવું ઝરૂરી નથી. બલકે જયારે ઈસ્લામી તારીખ મુજબ તમારું ઝકાતનું વર્ષ પૂરું થાય ત્યારે તે વર્ષ દરમ્યાન થયેલા નફામાંથી જેટલી રકમ કર્ઝ મુકત જમા હોય તેની ઝકાત આપવી પડશે, ચાહે વર્ષ દરમિયાન ગમે તેટલો નફો થયો હોય અને ચાહે કર્ઝ મુકત ચોખ્ખા નફાની રકમ ઉપર ઈસ્લામી વર્ષ પૂરું ન થયું હોય, બલ્કે નફો મળ્યાને અમુક મહિના જ થયા હોય.(શામી – ર)

Log in or Register to save this content for later.