[પ૮] કાનૂની મજબૂરીને લઈ મીકાત પરથી એહરામ વગર પસાર થવું

Chapter : હજ

(Page : 92-93-94)

સવાલઃ– હમે અહિંઆ સઉદી અરબ રહીએ છીએ અહિંઆનો કાનૂન છે કે અગર એક માણસ એક વખતે હજ કરે તો તે બીજા પાંચ વર્ષ સુધી હજ કરી શકતો નથી એટલે કે એને અહિંઆની ગવર્મેન્ટ ઈજાઝત આપતી નથી હવે પાંચ વર્ષ પહેલાં એને હજ કરવી જરૂરી થઈ પડે જેવી રીતે કે ઈન્ડિયાથી વાઈફને હજ માટે બોલાવે તો એની સાથે મહરમ તરીકે હજ કરનાર બીજી કોઈ વ્યકિત નથી, તો મજબૂરન એને જવું પડશે તો હવે કંપનીની ઈજાઝત લઈ અમુક ઓથોરેટી પેપર લઈ હજ કરી શકે છે, પરંતુ એ ઓથોરેટી પેપરથી મકકહમાં એહરામ પહેરી દાખલ થઈ શકતા નથી તો હવે વગર એહરામે દમ લાગુ પડશે કે કેમ?

જવાબઃ– મીકાતની બહારથી આવનાર જે માણસ મકકહ મુર્કરમહ (હરમ)માં જવાની નિય્યતથી મીકાત ઉપરથી પસાર થાય તેણે મીકાત ઉપર હજ અથવા ઉમરહનો એહરામ બાંધવો વાજિબ છે, જો વગર એહરામે મીકાતથી આગળ વધશે તો યા તો મીકાત ઉપર પાછા ફરીને એહરામ બાંધવો વાજિબ છે અને મીકાત અંદર જઈને એહરામ બાંધી લે તો હજ ઉમરહના અમલો શરૂ કરતાં પહેલાં એહરામની હાલતમાં કોઈ પણ મીકાત ઉપર પાછા ફરીને મીકાત ઉપર તલબિય્યહ પઢવો વાજિબ અને લાઝિમ છે, જો આ બે સૂરતોમાંથી કોઈ સૂરત નહિ કરે તો મીકાત પરથી હજની નિય્યત સાથે વગર એહરામે પસાર થવા બદલ દમ વાજિબ થશે.

 મતદબીર :–

સવાલમાં લખવા મુજબ કોઈ માણસે મીકાત ઉપરથી પસાર થતી વખતે એહરામ બાંધવો કાયદાકીય રીતે મુશ્કેલ હોય તો તેના માટે ફુકહાએ કિરામે આ પ્રમાણે ઉપાય બતાવ્યો છે કે તે માણસ પહેલેથી મકકહ જવાની અને હજ કરવાની નિય્યત ન કરે બલ્કે મજકૂર નિય્યત વગર મીકાત સુધી અથવા મીકાતની અંદર અને હરમથી બહાર કોઈ જગ્યા સુધી પોતાની ઔરતને પહોચાડવાની નિય્યત કરે, અને ત્યાં વગર એહરામે પહોંચી ગયા પછી જો વિના એહરામે મકકહ જવા માટે સંજોગો સાનુકુળ જણાય અને મકકહ જવાનું યોગ્ય જણાય તો હવે મીકાત ઉપર અથવા મીકાતની અંદર પહોંચ્યા પછી ઔરતને મકકહમાં પહોચાડવાની નિય્યતથી વિના એહરામે મકકહ મુકર્રમહ હજની નિય્યત વગર દાખલ થઈ શકે છે અને મકકહ મુકર્રમહમાં ઉકત વિગત મુજબ હજ – ઉમરહની નિય્યત વગર વિના એહરામે પહોંચ્યા પછી જો હજ પઢવાનો ઈરાદો થાય તો ત્યાં હરમમાંથી જ હજનો એહરામ બાંધી હજ પઢી શકે છે. ઉપર લખેલી વિગત મુજબ જો મકકહમાં જવાની નિય્યત વગર મીકાત ઉપરથી પસાર થવું મુશ્કેલ હોય અને હજની નિય્યત વિના હરમની હુદૂદમાં દાખલ થવું મુશ્કેલ હોય તો આસાન સૂરત આ છે કે પોતાની હજ પછી કાયદા મુજબ પાંચ વર્ષ પછી પોતાની ઔરતને લઈને હજ પઢવા જવાની વ્યવસ્થા કરે.      (શામી–ર/૧પ૪,રર૪)

Log in or Register to save this content for later.