[પ૬] દીકરીના સસરા (વેવાઈ) મહરમ નથી

Chapter : હજ

(Page : 91)

સવાલ : – મારે મારા વાલિદહ સાહેબને ચાલુ વર્ષે હજ માટે બોલાવવાનો વિચાર છે, પરંતુ અમે બન્‍ન ભાઈઓ સઉદીમાં છે એટલે ચાલુ વર્ષે મનમન હાજી સા., એમણામાસી, મારા બહેન ઝુબેદા – હમીદા આમ આ ચાર જણા ચાલુ વર્ષે હજમાં આવવાના છે હવે મનમન હાજી સાહેબ મારા અમ્મા સા. ના વેવાઈ થાય છે તો એમના સાથે હજમાં આવી શકાય કે કેમ?

જવાબ :– સાઉદીમાં રહેનાર ભાઈની વાલિદહ પોતાની છોકરીના સસરા એટલે પોતાના વેવાઈ સાથે મહરમ તરીકે હજ પઢવા ન જઈ શકે. કારણ કે તેઓ શરીઅતની રૂએ છોકરીના વાલિદહના મહરમ નથી.    (શામી–ભા.ર)

Log in or Register to save this content for later.