[પ૪] જેઠ યા જેઠના પુત્ર સાથે હજ

Chapter : હજ

(Page : 90)

સવાલ :–  કોઈ ઔરત તેના જેઠ અથવા જેઠના છોકરા સાથે હજ પઢવા જઈ શકે છે કે નહિ?

જવાબ :–  ઔરતનો જેઠ અથવા જેઠનો છોકરો ઔરતનો મહરમ રિશ્તેદાર નથી, માટે ઔરતે તેમની સાથે હજ માટે જવું જાઈઝ નથી. હજમાં જવા માટે ઔરત સાથે તેના મહરમ રિશ્તેદારનું હોવું જરૂરી છે. જો જેઠનો છોકરો ઔરતની બહેનનો છોકરો હોય અથવા ઔરતના ભાઈની છોકરી (ભત્રીજી)નો છોકરો હોય તો જેઠ કે દિયરનો એવો છોકરો ઔરતનો મહરમ ગણાશે અને તેની સાથે હજમાં જવું જાઈઝ છે.      (શામી–ર, આલમગીરી – ૧)

Log in or Register to save this content for later.