Chapter : હજ
(Page : 88-89)
સવાલ :– અમારા ગામમાં એક બહેન સુન્ની હનફી જમાઅતમાં છે, તે બહેનાના પતિનો ઈન્તિકાલ થઈ ગયો છે અને તે બહેન ઉપર હજ ફર્ઝ છે અને તેમના દિકરા તેમને હજ પઢવા લઈ જઈ શકે એમ નથી માટે તેમના સગા ભાઈ હજ પઢવા લઈ જાય છે. હવે સવાલ એ છે કે બહેન સુન્ની જમાઅતમાં છે અને ભાઈ શીઆા જાફરી જમાઅતમાં છે તો શીઅહ જઅફરી જમાઅતવાળા સગા ભાઈ સાથે મજકૂર બહેન હજ પઢવા જઈ શકે કે નહિ?
જવાબ :– બેહતર એ છે કે જે સુન્ની હન્ફી ઔરત ઉપર હજ ફર્ઝ છે તે પોતાના ખર્ચે પોતાના છોકરાને મહરમ તરીકે પોતાની સાથે હજની મુસાફરીમાં લઈ જાય અને જો ઔરત છોકરાને પોતાની સાથે લઈ જવા માટે આર્થિક રીતે શકિતમાન ન હોય અને શીઅહ જઅફરી જમાઅતના અકીદાઓ ધરાવતા ભાઈથી પોતાના અકીદાઓ બગડવાનો ભય ન હોય તો તેની સાથે હજ પઢવા જવાની પણ ગુંજાઈશ છે. (શામી – ભાગ :ર/૧૪પ)
Log in or Register to save this content for later.