[પર] વિધવા જમાઈ સાથે હજ પઢવાજઈ શકે છે

Chapter : હજ

(Page : 89)

સવાલ :–  વિધવા ઔરત પોતાની છોકરી અને જમાઈ સાથે હજ પઢવા જઈ શકે કે નહિ? અત્રે યાદ રહે કે મજકૂર વિધવાના છોકરાઓ પણ છે  બે છોકરા વિધવાથી અલગ રહે છે અને બે છોકરા વિધવા સાથે રહે છે.

જવાબ :– વિધવા ઔરતના પોતાના છોકરાઓ મવજૂદ હોય તો પણ તે પોતાના જમાઈ સાથે હજ પઢવા જઈ શકે છે. અલબત્ત, જો વિધવા જવાન હોય તો તેણીએ જમાઈ સાથે હજ પઢવા ન જવું જોઈએ અને તેણીએ પોતાના છોકરા સાથે હજ પઢવા જવું જોઈએ.(શામી – ર/૧૪પ)

Log in or Register to save this content for later.