Chapter : ઝકાત
(Page : 42)
જે રિશ્તેદારથી ઝકાત આપનારને વિલાદતનો વંશીય સંબંધ હોય, જેમકે બાપ, સગા દાદા, પર દાદા, સગી દાદી, પર દાદી, સગી માં, સગા નાના, સગી નાની, પર નાની અને પુત્ર, પુત્રી, સગો પૌત્ર, સગી પૌત્રી, સગો નવાસો, સગી નવાસી, સગા નવાસા નવાસીની અવલાદને પોતાની ઝકાત અને સદકએ ફિત્ર આપવો જાઈઝ નથી. એવી જ રીતે પતિએ પોતાની ઝકાત ગરીબ પત્નીને અને પત્નીએ પોતાની ઝકાત પોતાના ગરીબ પતિને આપવી જાઈઝ નથી, અલબત્ત જે ગરીબથી રિશ્તેદારી તો છે પરંતુ ઉપર કે નીચેનો વિલાદતનો વંશીય સંબંધ અથવા પતિ – પત્ની તરીકેનો સંબંધ નથી, જેમકે સગો ભાઈ, સગી બહેન, સગા કાકા, સગી ફોઈ, સગો ભત્રીજો, ભત્રીજી, પિત્રાય દાદા, દાદી, પિત્રાય કાકા, સગા મામા – માસી તેમની અવલાદ, પિત્રાય નાના, નાની, તેમની અવલાદ, જો તેઓ ઝકાતના હકદાર ગરીબ હોય તો તેમને માલદાર માણસ પોતાની ઝકાત અને સદકએ ફિત્ર આપી શકે છે. પોતાની મન્નતનો વાજિબ સદકહ અને પોતાની નમાઝ – રોઝાનો ફિદયો આપવાનો હુકમ પણ ઝકાત અને સદકએ ફિત્રની જેમજ છે.
Log in or Register to save this content for later.