Chapter : ઝકાત
(Page : 41)
કોઈ માલ સામાનનો વેપાર કરતો વેપારી વેપારના સામાનની ઝકાત રોકડ રકમથી અદા કરવા ચાહે તો વેપારના માલ સામાનનો ભાવ અલગ અલગ હોય છે, ફેકટરીએ બનાવેલા સામાનની એક પડતર કિંમત હોય છે, જે કિંમતમાં સામાન તૈયાર થાય છે. બીજો ભાવ માલ સામાનનો ઉત્પાદન કરતી ફેકટરીનો તે હોય છે જે ભાવથી પોતાના માલ–સામાન મોટા મોટા વેપારીઓને વેચે છે. ત્રીજો ભાવ મોટા મોટા વેપારીઓનો હોય છે, જે ભાવથી હોલસેલમાં પોતાના વેપારનો સામાન છુટક વેચનારા નાના વેપારીઓને વેચે છે. ચોથો ભાવ છુટક બજારમાં હોય છે, જે ભાવથી નાના વેપારીઓ અને દુકાનદારો છુટક ગ્રાહકોને વેચે છે. પાંચમી મોટા હોલસેલર અને છુટક વેપારીની ખરીદ કિંમત હોય છે, જે કિંમતમાં તેણે વેપારનો માલ – સામાન ખરીદ કરેલ હોય છે.
આ બધી કિંમતો અને ભાવોમાંથી છુટક વેચનાર નાનો વેપારી તો પોતાની દુકાનના માલ – સામાનની ઝકાતનો હિસાબ છુટક ભાવથી કરશે અને તેણે છુટક ભાવના હિસાબે માલ–સામાનની ઝકાત રોકડમાં અદા કરવાની રહેશે.
ફેકટરીના માલિકે પોતાનું ઉત્પાદન વેચવાનો જે ભાવ નકકી કર્યો હોય, પોતાના જમા ઉત્પાદનની ઝકાત તે વેચાણ ભાવથી તે અદા કરે એ જાઈઝ છે અને મોટા હોલસેલર વેપારીએ નાના વેપારીઓને વેચવા માટે જે પોતાનો ભાવ નકકી કર્યો હોય, પોતાના વેપારના માલ–સામાનની ઝકાત તે વેચાણ ભાવથી અદા કરે એ જાઈઝ છે. અલબત્ત, પડતર કિંમતથી અથવા ખરીદ કિંમતથી માલ–સામાનની ઝકાતનો હિસાબ કરવો જાઈઝ નથી.
Log in or Register to save this content for later.