Chapter : નિકાહ
(Page : 36)
સવાલઃ– એક માણસનો ઈન્તેકાલ થઈ ગયો છે, તેને એક છોકરી છે, તે માણસની મિલ્કત હમણાં તેના બાપના હાથમાં છે, ઈન્તિકાલને ૧ર થી ૧૩ વર્ષ થયા છે, છોકરી તેની માંના સાથે રહે છે, ઈદ્દતનો પૂરો ખર્ચ આપ્યો છે, હવે બીજી શાદી કરી છે, ત્યાં છોકરીને સાથે લઈ ગઈ છે, તો મિલ્કત કોના નામ પર કરવી? છોકરીની શાદીની ફિકર દાદાની કે એની માંની તે જણાવશો ?
જવાબઃ– વારસાહક તરીકે છોકરીના ભાગે આવતી મિલ્કત છોકરીના નામે કરવામાં આવે અને છોકરી બાલિગ થતા સુધી તેનો વહીવટ કરવાનો અધિકાર છોકરીના દાદાને રહેશે અને છોકરીની શાદીની ફિકર પણ દાદાએ જ કરવી જોઈએ.
(શામી – ર)
Log in or Register to save this content for later.