[૧પ] સરકારી સહાયથી હજ

Chapter : હજ

(Page : 58-59)

સવાલ :– એક ભાઈ અહિંઆથી ઈંગલેન્ડ ગયા અને ત્યાં તેમનો રહેવાનો હક થઈ ગયો, પછી ત્યાંની સરકારે ત્યાંના રિવાજ મુજબ એમને બેકારીના પૈસા આપવા શરૂ કર્યા, આ ભાઈએ કંઈ કામ કર્યું નથી એમજ હકક થવાથી પૈસા આવતા શરૂ થયા હવે આ ભાઈને હજ પઢવા જવાની ઉમ્મીદ થઈ તો આ સરકારમાંથી મળેલા પૈસામાંથી હજ થઈ શકે કે કેમ? આ ભાઈએ કંઈ કામ કર્યું નથી, પરંતુ ત્યાંના રિવાજ મુજબ પૈસા સરકાર આપે છે. આ ભાઈને તેમના છોકરાઓએ પોતાની જવાબદારી પર બોલાવ્યા હતા કે તેમનો રહેવા–નિભાવનો ખર્ચ ભોગવશે. પરંતુ એ ભાઈ વતી તેમના એક માણસે (સગાએ) ખર્ચ માટે ઈંગલેન્ડ સરકાર પાસે લેખિત માંગણી કરી, જે ત્યાંની સરકારે મંજૂર કરી હતી અને માસિક ભથ્થુ આપવાનું શરૂ કર્યું હતું, હવે એ રકમ આ ભાઈએ બચાવી છે તો આવી રકમમાંથી હજ્જે બદલ થઈ શકે કે કેમ? તે લખી જણાવશો.

જવાબ :–પૂછેલી સૂરતમાં બેકારી એલાઉન્સના નામથી જે નાણાંકીય સહાય સરકાર તરફથી મળે છે જો તે સહાય કોઈ પણ પ્રકારની મૌખિક કે લેખિત જૂઠી રજૂઆત વગર માત્ર સત્ય હકીકત રજૂ કરી પ્રાપ્ત થઈ હોય અને સરકારના કાયદા હેઠળ મજકૂર સહાયના ખરેખર હકદાર હોવાથી આ સહાય મળી હોય તો તે સહાયના ભેગા થયેલા નાણાંથી હજ કરવી જાઈઝ છે. (શામી ભા.ર)

Log in or Register to save this content for later.