[ર૦] હજનો ખર્ચ નિસાબમાંથી બાદ નહીં થાય

Chapter : હજ

(Page : 62)

સવાલઃ– આ વર્ષે અમે ઈન્શા અલ્લાહ હજ માટે જવાના છીએ તો હજમાં જવા આવવાના કુલ ખર્ચની જે રકમ થાય તે આ વર્ષની બચતમાં બાદ કરી બાકીની રકમની ઝકાત આપવી કે પછી હજનો ખર્ચ બાદ કર્યા વગર પૂરી રકમની ઝકાત આપવી તે અંગે જરૂરી ખુલાસો આપશો.

જવાબઃ– ઝકાતનું વર્ષ પૂરું થાય ત્યારે જે રકમ જમા હોય તેમાંથી હજ માટે જવાનો ભવિષ્યનો ખર્ચ બાદ કરવામાં નહિ આવે બલ્કે હજનો ભવિષ્યનો ખર્ચ બાદ કર્યા વગર જમા રકમની ઝકાત આપવી  પડશે. (શામી – ર/૬)

Log in or Register to save this content for later.