Chapter : હજ
(Page : 50)
સવાલ :– એક માણસ ઉપર હજ ફર્ઝ નથી પણ તે માણસ ઉમરહ કરવા જાય તો મજકૂર માણસ પર હજ ફર્ઝ થશે કે નહિ?
જવાબઃ– ગરીબ માણસ જેના ઉપર હજ ફર્ઝ ન હોય હજના મહિનાઓમાં ઉમરહ માટે મકકહ મુકર્રમહ હાજર થાય અને હજ માટે જેટલી મુદ્દત ત્યાં રોકાવું પડે તેટલી મુદ્દતનો પોતાની જાતનો ખર્ચ અને બાલ બચ્ચાઓનો ખર્ચ તેની પાસે હોય અને માથા પર કોઈ દેવું ન હોય તો આવા ઉમરહ કરનાર ગરીબ માણસ પર હજ ફર્ઝ થઈ જશે તેણે હજ કરીને આવવું જોઈએ અને જો હજ અદા કર્યા વિના ફકત ઉમરહ કરીને પાછો આવી જશે તો એના શિરે ફરી હજ કરવા જવું જરૂરી રહેશે.
જો ઉપર પ્રમાણેનો ખર્ચ તો છે પણ ઉમરહ કરવા હજના મહિનાઓ સિવાય બીજા મહિનાઓમાં ગયો છે તો હજ ફર્ઝ થશે નહિ. હજના મહિનાઓ શવ્વાલ, જીલ્કાદ અને જીલ હજ ના પ્રથમ દસ દિવસો છે. (શામી – ર/ ર૪ર, ફતહુલ કદીર – ર/૩ર૧)
Log in or Register to save this content for later.