Chapter : હજ
(Page : 47)
સવાલ :– અમારા ગામમાં એક બહેન છે તો તેમના માં – બાપ તરફથી વારસાઈ હકકો મળેલા છે અને તે મિલકતથી બહેન ઉપર હજ ફર્ઝ થઈ જાય છે. પરંતુ સવાલ એ છે કે મજકૂર બહેન તેમના સગા ભાઈ સાથે હજ પઢવા માટે જાય છે, પણ મજકૂર બહેનના પતિ પાસે રજા માંગતા પતિ પોતાની પત્નીને હજ માટે રજા આપતા નથી પત્નીએ વારંવાર પતિ પાસે રજા માંગતા પતિએ રજા આપેલ નથી તો તેમના ભાઈએ બહેનનું હજનું ફોર્મ તેમના પતિની રજા વગર ભરી દીધું છે, તો શું પત્ની પતિની રજા વગર હજ પઢવા જઈ શકે છે અને તેની હજ કબૂલ થશે કે નહિ ?
જવાબ :– જયારે ઔરત સાથે મહરમ તરીકે ભાઈ પણ હજ પઢવા જવાના છે તો આ સૂરતમાં પતિને ફર્ઝ હજ પઢવા જવાથી ઔરતને રોકવાનો અધિકાર નથી અને પતિ રજા ન આપે તો પણ ઔરતે મહરમ સાથે ફર્ઝ હજ પઢવા જવું જરૂરી છે અને ફર્ઝ હજ માટે પતિની રજા સિવાય જવાથી હજની કબૂલિય્યત ઉપર અસર નહિ પડે. (બદાઈઅ–ર/૩૦૦, તાતારખાનિય્યહ–૯/૪૭પ)
Log in or Register to save this content for later.