[૧પ૬] ગુસલ અને વુઝૂની જગ્યાએ પેશાબ

Chapter : તહારત

(Page : 193)

સવાલ :– મારા ઘરમાં બીજા માળે એક મોરી છે. તેનો ઉપયોગ નહાવા, પેશાબ કરવા તથા બેબીની બધી નાપાકી ધોવામાં કરીએ છીએ અને વુઝૂ પણ બનાવીએ છીએ. મેં સાંભળ્યું છે કે જે જગ્યાએ ગુસલ કરીએ તે જગ્યાએ પેશાબ–પાખાનુ કરવું જાઈઝ નથી, મારી વાલિદા ઉપર ચઢવા ઉતરવાની મુશ્કેલીના લઈ બાથરૂમમાં પેશાબ કરે છે તો તેમાં વુઝૂ બનાવી શકાય ?

 જવાબ :– ગુસલ અને વુઝૂની જગ્યા એવી હોય કે ત્યાં પેશાબ કરવાથી બદન કે કપડાં ઉપર છાંટા ઉડવાની શંકા થતી હોય અથવા પેશાબ કર્યા પછી ત્યાં નાપાકી બાકી રહેતી હોય તો તેવી જગ્યાએ પેશાબ પાખાનું કરવું મકરૂહ છે. હદીસ શરીફમાં એવી જગ્યાએ પેશાબ પાખાનુ કરવાની મનાઈ આવેલી છે, કારણ કે તેનાથી વસવસા અને ખરાબ વિચારો પેદા થાય છે.

                અને જો ગુસલ વુઝૂની જગ્યા એવી છે કે પેશાબના છાંટા ઉડવાનો અથવા નાપાકી બાકી રહેવાનો ભય નથી, તો એવી જગ્યાએ પેશાબ કરી શકાય છે. બાકી બચવુ બેહતર છે.      (તહતાવી : ૩૦, શામી :૧/ ર૩૦)

                ઈસ્તિન્જાની જગ્યાએ વુઝૂ કરવાથી નિસયાન (યાદ શક્તિની નબળાઈ) લાગુ પડે છે. (શામી : ૧/૧પ૦)

Log in or Register to save this content for later.