[ ર ] મકાન બનાવવાનો ખર્ચ હજના નિસાબમાંથી બાદ નહિ થાય

Chapter : હજ

(Page : 46-47)

સવાલ :– હું મટનનો વેપારી છું, મારી પાસે હાલમાં ત્રણ માસનો ઘર ખર્ચ બાદ કરીને રૂા. રપ૦૦૦/–રોકડા છે, તથા રૂા. ૧૬૦૦૦/– લેણા છે. જે પરત આવવાની પૂરી શકયતા છે, એટલે કુલ ૪૧૦૦૦/– રૂા.જમા ગણાય. આ ઉપરાંત મારી નીચે મુજબની ઝિમ્મેદારી છે.

૧.      મારે બે બહેન તથા એક ભાઈની શાદી કરવાની છે.

ર.      મારા વાલિદહ ઘરડા છે જે ખાસ કરી બીમાર રહે છે જો કે તેમની દેખરેખ મારા ભાઈ બહેન કરે છે, હું અલગ રહું છું.

૩.      મારે પોતાને રહેવાનું ઘર નથી, ભાડાના મકાનમાં રહું છું, રરપ/– ભાડું માસિક આપવું પડે છે.

                ઉપરોકત મિલકત મારી પોતાની અંગત છે. મારા વાલિદની અન્ય મિલકત છે. જેની કિંમત આશરે રૂપિયા એક લાખ થવા જાય છે. પણ હજુ મિલકતની  વહેંચણી થઈ નથી, જેથી હજ  ફર્ઝ છે કે નહિ? જો હજ ફર્ઝ થાય તો વધુમાં વધુ કેટલા વર્ષમાં અદા કરવી તે જણાવશો.  મારો વિચાર હાલમાં પહેલાં રૂા. ૪૧૦૦૦/–માંથી મકાન બાંધવાનો છે. તો આ અંગે શરઈ માર્ગદર્શન આપશો.

જવાબ:–  મજકૂર હાલતમાં તમારા ઉપર હજ ફર્ઝ થઈ ચૂકી છે કારણ કે ભાઈ બહેનની શાદીની જવાબદારી શરઈ દ્રષ્ટિએ તમારી નથી અને પોતાને રહેવા માટે માલિકીના મકાનની જરૂરત છે, પરંતુ તે હજ ફર્ઝ થવા પહેલાં તમોએ ખરીદ કરી લીધું હોત તો જાઈઝ હતું પરંતુ હવે તો હજ ફર્ઝ થઈ ગઈ એટલે માલિકીનું મકાન ખરીદ કરવાની કિંમત ઉપરોકત મૂડીમાંથી બાદ કરવામાં નહિ આવે, હજ ફર્ઝ થાય તો તેના પ્રથમ વર્ષમાં જ હજ અદા કરવી વાજિબ છે, મોડું કરી પઢવામાં ગુનોહ લાગુ પડે છે, પરંતુ જો એકાદ બે વર્ષ મોડું કરી પઢવામાં આવી તો હજ અદા થઈ જશે અને મોડું કરવાનો ગુનોહ પણ નહિ રહે.(શામી–ર/૧૪૦,૧૪૪)

Log in or Register to save this content for later.