Chapter : તહારત
(Page : 182)
સવાલ :– વુઝૂ વિના મોઢેથી ચાલતા ચાલતા કુર્આન શરીફ પઢી શકાય ?
જવાબ :– વુઝૂ વિના પણ મોઢેથી કુર્આન શરીફ પઢી શકાય છે અને ચાલતા ચાલતા પણ કુર્આન શરીફ પઢી શકાય છે, પરંતુ વુઝૂ કરી પઢવું મુસ્તહબ છે અને બજારમાં અથવા જ્યાં બીજા લોકો પોતપોતાના કામમાં લાગેલા હોય તેવી જગ્યાએ કુર્આન શરીફ ન પઢવું જોઈએ. (કબીરી ૪૯૬/૪૯૭–આલમગીરી ભા–પ/૩૧૬ શામી ભા–૧/૩૬૭, હિદાયહ ૪૮)
Log in or Register to save this content for later.