[૧૪૧] સુકાયેલ નાપાકીવાળા કપડા ઉપર હાથ પડે

Chapter : તહારત

(Page : 180)

સવાલ :– નાના છોકરા સાથે સૂઈ જતાં તે રાતના પેશાબ કરે અને તે પેશાબ આપણા કપડા પર લાગે પણ તેની ખબર સવારમાં પડતી નથી પેશાબ કરેલ જગ્યા સૂકાઈ જાય પછી તેના પર હાથ કે કપડા પડે, તો નાપાક થશે કે કેમ ?

જવાબ :– નાના છોકરાનો પેશાબ (મૂત્ર) પણ નાપાક છે, કપડા પર તેના પડવાથી કે લાગવાથી કપડુ નાપાક થઈ ગએલું ગણાશે, તેને પાક કર્યા વિના તેને પહેરીને નમાઝ પઢવી જાઈઝ નથી, જો મૂત્રવાળી જગ્યા સૂકાય ગયા પછી તેના ઉપર સૂકો હાથ કે સૂકું કપડું પડે તો તે નાપાક નહિં થાય, અલબત્ત ભીંગેલો હાથ અથવા ભીંગેલું કપડું મુત્રવાળી જગ્યા ઉપર પડે અને નાપાકીનો અસર હાથ કે કપડાં પર માલૂમ પડે તો તે નાપાક થએલું ગણાશે.               (શામી ભા. ૧/ર૩ર, તહતાવી ૮પ)

Log in or Register to save this content for later.