[૧૩૯] પાક–નાપાક કપડાં સાથે ધોનાર ધોબી

Chapter : તહારત

(Page : 179)

સવાલ :– ધોબી પાસે કપડાં ધોવડાવવા કેવું છે ? કારણ કે એ લોકો બધાંના કપડાં ભેગા ધોવે છે અને એમને પાકી–નાપાકીનો ખ્યાલ હોતો નથી.

જવાબ :– જો ધોબી વિશે એ વાતનો સંતોષ હોય કે તે પાકી–નાપાકીનો અને નાપાકીથી પાક કરવાના તરીકાનો ખ્યાલ કરીને કપડાં ધોવે છે, તો તેની પાસે કપડા ધોવડાવવામાં વાંધો નથી અને જો ખરેખર તે પાક–નાપાક કપડાઓ ભેગા કરીને કોઈ મોટા ટબમાં સાથે ધોતો હોય અથવા કલીલ (દહ દર દહથી થોડા પ્રમાણમાં) પાણીના ખાડામાં ધોતો હોય અને નાપાક કપડાંને પાક કરવાનો ખ્યાલ ન રાખતો હોય, તો તેની પાસે કપડાં ધોવડાવવાં જોઈએ નહીં.    (શામી –૧/રર૧)

Log in or Register to save this content for later.