Chapter : નમાઝ
(Page : 464)
સવાલ :– અમારે ત્યાં ઈદના દિવસે ઈદની નમાઝ પઢી લોકો કબ્રસ્તાને જાય છે અને ત્યાં ભેગા મળી કબ્રો સામે ઊભા રહી હાથ ઉઠાવી દુઆ માંગે છે. તો પૂછવાનું એ કે કબ્રો સામે ઊભા રહી હાથ ઉઠાવી દુઆ માંગવું કેવું છે?
જવાબ :– વ્યકિતગત રીતે કબ્રસ્તાન જવું, ત્યાં જઈ કુર્આન શરીફ પઢી ઈસાલે સવાબની દુઆ કરવી એ મુસ્તહબ છે અને દુઆમાં હાથ ઉઠાવવા પણ જાઈઝ છે, પરંતુ બેહતર તરીકો આ છે કે કુર્આન શરીફ પઢતી વખતે કબ્ર તરફ મોઢું હોય અને દુઆ વખતે કિબ્લા તરફ મોઢું રાખી દુઆ કરે તો હાથ ઉઠાવે અને ખાસ ઈદના દિવસે જ કબ્રસ્તાન જવું અને એને જરૂરી સમજવું અથવા ઈદની સુન્નતોમાંથી સમજવું એ જાઈઝ નથી. (શામી – ૧)
Log in or Register to save this content for later.