Chapter : તહારત
(Page : 135)
સવાલ :– એક ઓરત છે, જેની ઉમર બાવન (પર) વર્ષની છે અને માસિક ચાલુ છે, અમુક વખતે મહિને આવે છે અને અમુક વખતે પંદર (૧પ) દિવસે આવે છે અને વધુ પ્રમાણમાં આવે છે, તેને બ્લડ પ્રેશરની બિમારી પણ છે, હમણા બે દિવસ પર થોડું જોવામાં આવ્યું અને ટેબલેટ લીધા પછી બંધ થઈ ગયું તો શું આવી હાલતમાં રોઝા રાખી શકે છે અને નમાઝ પઢી શકે છે. શરીઅતની રૂએ કેટલી ઉમરે હૈઝ બંધ થઈ જાય છે? મજકૂર ઓરતની હમ ઉમર અને તેમનાથી નાની ઉમરની ઓરતોને હૈઝ બંધ થઈ ગયું છે, તો તેમને વહેતું લોહી બિમારીનું ગણવામાં આવશે અથવા હૈઝનું ગણવામાં આવશે ?
જવાબ :– સામાન્ય રીતે પંચાવન વર્ષની ઉમરે ઓરતને હૈઝ વહેવું બંધ થઈ જાય છે, પરંતુ અમુક ઓરતોને આ ઉમર પછી પણ હૈઝ ચાલુ રહી શકે છે અને રહે છે, સવાલમાં દર્શાવેલી સૂરતમાં જે લોહી આવે છે તે હૈઝનું જ લોહી ગણાશે. અલબત્ત, એકવાર હૈઝ પુરૂં થયા પછી કમ થી કમ પંદર દિવસ અથવા તેથી વધુ મુદ્દત પાક રહ્યા પછી જે લોહી આવે અને તે કમ થી કમ પૂરા ત્રણ રાત–દિવસ સુધી બાકી રહે, ચાહે તે અંતરે અંતરે અને થોડું થોડું ચાલુ રહે તો તે હૈઝનું લોહી ગણાશે અને જો પાકીના પંદર દિવસથી પહેલાં આવે અથવા ત્રણ રાત–દિવસથી પહેલાં બંધ થઈ જાય તો તે બિમારીનું લોહી ગણાશે અને પૂછેલી સૂરતમાં જ્યારે તે ત્રણ દિવસથી પહેલાં બંધ થઈ જાય તો હવે વુઝૂ કરીને નમાઝ પઢી શકે છે અને રોઝહ પણ રાખી શકે છે અને આ પ્રમાણે બંધ થઈ ગયા પછી પાકીના પંદર દિવસ પૂરા થતાં પહેલાં ફરી ખૂન શરૂ થાય તો પહેલાં આવેલું થોડું ખૂન હૈઝ ગણાશે અને જો પાકીના પંદર દિવસ પૂરા થતાં પહેલાં ફરી ખૂન ન આવે તો પહેલાં આવેલું થોડું ખૂન બિમારીનું ગણવામાં આવશે. (શામી ૧/૧૯૬/ર૦ર)
Log in or Register to save this content for later.