Chapter : નમાઝ
(Page : 421)
સવાલઃ– જયારે મય્યિતને જનાઝહની ડોલીમાં મૂકીને કબ્રસ્તાન લઈ જાય છે ત્યારે ડોલી ઉપર મખમલની ચાદર અથવા ગિલાફ નાખવામાં આવે છે અને તે ચાદર અથવા ગિલાફ ઉપર કલિમએ તય્યિબહ અને આયતુલ કુરસી વિગેરે લખેલું હોય છે તો શું આવી વસ્તુઓ લખેલી ચાદર અથવા ગિલાફનું જનાઝહની ડોલી પર નાખવું જાઈઝ છે?
જવાબ :– ચાદર અને ગિલાફ ઉપર કલિમહ તય્યિબહ અને કુર્આન શરીફની આયતો વગેરેનું લખવું મકરૂહ છે. અને જનાઝહની ડોલી ઉપર નાખવા માટે આવી ચાદર તથા ગિલાફનો ઉપયોગ કરવો કલિમહ અને આયતે કરીમહની બેઅદબીથી ખાલી નથી. માટે મજકૂર લખાણવાળી ચાદર અથવા ગિલાફનો ઉપયોગ ન કરવો જોઈએ અને ડોલી ઉપર નાખવા માટે આવા લખાણ વગરની ચાદર અથવા ગિલાફનો ઉપયોગ કરવો જોઈએ. (શામી : ૬૦૭–૧)
Log in or Register to save this content for later.