Chapter : તહારત
(Page : 134)
સવાલ :– એક ઓરતને ત્રણ દિવસ–રાત માહવારીનું ખૂન આવે છે, ચોથા, પાંચમાં દિવસમાં કયારેક થોડું ઘણું આવે છે, છઠ્ઠા, સાતમાં દિવસમાં કયારેક ફકત ઝાલક આવે છે, દર માહવારી વખતે ઉપર પ્રમાણે હાલત હોય છે, ઓરત આઠમાં દિવસે પાકી હાસિલ કરે છે, તો સવાલ આ છે કે પાકી હાસિલ કરતાં પહેલાંના દિવસોમાં જયારે ખૂન આવવાનું બંધ હોય (જેમ કે છઠ્ઠા સાતમાં દિવસ દરમ્યાન) તે દિવસોમાં જિમાઅ કરી શકાય કે નહિ ? અગર પહેલાં આમ થઈ ગયું હોય તો ગુનાહના કફ્ફારહ પેટે શું કરવું જોઈએ ? અને નમાઝ, રોઝાનો શું હુકમ છે ?
જવાબ :– પૂછેલી સૂરતમાં મજકૂર ઓરતની હૈઝની આદત સાત દિવસની ગણાશે, માટે કોઈવાર સાત દિવસો પહેલાં હૈઝનું લોહી બંધ થઈ જાય અથવા ફકત ઝાલક આવે તો પણ સાત દિવસો પૂરા થતાં સુધી જિમાઅ (સંભોગ) કરવું જાઈઝ અને હલાલ નથી.
જો કોઈવાર સાત દિવસો પહેલાં લોહી બિલકુલ બંધ થઈ જાય તો ગુસલ કરીને નમાઝ અને રોઝા તો અદા કરવા જોઈએ, પરંતુ હૈઝની આદતના દિવસો પૂરા થતાં સુધી જિમાઅ ન કરી શકાય, ચાહે લોહી આવવાનું બંધ હોય. (‘શામી ૧/૧૯૬)
આથી પહેલાં આવું થઈ ગયું હોય, જો તે હૈઝના શરૂના દિવસોમાં થયું હોય તો સાડા ચાર માશા સોનાનો અથવા તેની કિંમતનો મુસલમાન ગરીબોને સદકો કરી દેવો મુસ્તહબ છે અને જો હૈઝના છેલ્લા દિવસોમાં આવું થયું હોય તો સવા બે માશા સોનાનો અથવા તેની કિંમતનો સદકો કરી દેવો મુસ્તહબ છે અને આવા કબીરહ ગુનાહથી સાચી તવબહ અને ઈસ્તિગફાર કરવો લાઝિમ અને જરૂરી છે. (‘શામી ૧/૧૯૮)
Log in or Register to save this content for later.