[ર૮૯] મિંબર હટાવીને આગળ સફ વધારવી

Chapter : નમાઝ

(Page : 388-389)

સવાલ :– અમારા મહોલ્લાની મસ્જિદમાં મિહરાબની બાજુમાં લાકડાનો મિંબર છે,  મસ્જિદમાં જગ્યાના અભાવે તે મિંબરને મસ્જિદના એક ખૂણામાં મૂકી દીધો છે, અને ઈમામ મુકતદીઓથી આગળ અને નમાઝી ભાઈઓ ઈમામની પાછળ સફ બનાવીને નમાઝ પઢે છે, તો ઉપર જગ્યા હોવા છતાં મિંબર ખસેડીને વધારે જગ્યા કરવી શરીઅતની રૂએ જાઈઝ છે કે નાજાઈઝ ?

જવાબ :– જો ઈમામ પોતાના પગ મિહરાબથી બહાર રાખી ઉભા રહે અને નમાઝ પઢાવે અને મુકતદીઓ ઈમામની સાથે સફ ન બનાવે, બલ્કે ઈમામની પાછળ સફ બનાવી ઉભા રહે અને એટલા પાછળ ઉભા રહે કે પહેલી સફમાં ઈમામની પાછળ જગ્યા ખાલી ન રહે, બલ્કે પહેલી સફમાં ઈમામની પાછળ પણ નમાઝી ઉભા રહે તો પહેલી સફ બનાવવાની આ સૂરત વિના કરાહતે જાઈઝ છે અને આ પ્રમાણે સફ બનાવવા માટે લાકડાનું છૂટું મિંબર મિહરાબ પાસેથી બીજી જગ્યાએ ખસેડવું જાઈઝ છે.                 (‘શામી ૧)

Log in or Register to save this content for later.