[ર૭૦ ] નમાઝના સજદહમાં દુઆ

Chapter : નમાઝ

(Page : 368)

સવાલ :– ઉસ્વએ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના પેજ નં. ૩૧૪ પર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ઈરશાદ છે : ‘‘સજદહકી હાલતમેં બંદા અપને રબસે બહુત હી કુરબત હાસિલ કર લેતા હૈ, પસ તુમ ઈસ હાલતમેં ખૂબ ખૂબ દુઆ માંગા કરો. તો સજદહમાં દુઆ માંગવી કેવી છે ?

જવાબ :– ફર્ઝ નમાઝના સજદામાં ફકત તસ્બીહાત પઢવી જોઈએ, દુઆ ન માંગવી જોઈએ. અલબત્ત, સુન્નત અને નફલ નમાઝના સજદામાં કુર્આન અને હદીસની દુઆઓના મઝમૂનની દુઆઓ અરબી ભાષામાં માંગવી જાઈઝ છે, બલ્કે મુસ્તહબ છે. (દુ. મુખ્તાર, શામી : ૧/૩૪૦)

Log in or Register to save this content for later.