[૭૮] હોઝના પાણીનો રંગ અને ગંધ બદલાય જાય

Chapter : તહારત

(Page : 122)

સવાલ :– અમારા હોઝનું પાણી અંદાઝે ત્રણ ચાર મહીનાથી બગડી ગયું છે, કિંવા બદબૂ મારે છે અને સાધારણ રંગ પણ બદલાય ગયો છે તો તે પાણીથી વુઝૂ કરી શકાય ?

જવાબ : –જો તમારો હોઝ મોટો હોય, એટલે કે દહ દર દહ હોય અને બદબૂ અને કલર બદલાવવું નાપાકી પડવાના કારણે ન હોય તો એ પાણી પાક છે અને તેનાથી વુઝૂ કરવું પણ જાઈઝ છે.

                અને જો હોઝ નાનો હોય અને વુઝૂમાં વપરાયેલું પાણી પાછું હોઝમાં પડી પડીને પાણીની એ હાલત થઈ ગઈ હોય તો એહતિયાતની વાત એ છે કે આ પાણીથી વુઝૂ કરવામાં ન આવે, બલ્કે હોઝ ખાલી કરી નવું પાણી ભરવામાં આવે. (શામી–૧/૧રર, ૧ર૪)

Log in or Register to save this content for later.